રાપરમાં બે યુવાન પર નવ શખ્સો દ્વારા હુમલો

રાપરમાં બે યુવાન પર નવ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; . 3-6ના રાહુલ અમરશી કોળી નામનો યુવાન ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યો હતો. ત્યારે ભૂલથી કિંગ ઓફ સુરાણી નામની આઈડીમાં એક રીલ ચાલી ગઈ જે અંજારના ભાવેશ હીરા સુરાણી નામના શખ્સની હતી. દરમ્યાન તે શખ્સે ફરિયાદીને ફોનમાં ગાળો આપી રાપર બોલવ્યો હતો. ત્યારે રાપર જતા ફરિયાદી તથા તેની સાથે રહેલા શખ્સને નવ શખ્સો દ્વારા છરી તથા ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. જેમાં દિનેશને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
