ચોર ઈશમો વધુ હોશિયાર કે પોલીસની કામગીરી નબળી..? : ટ્રક ચોરીનો આરોપી વીસ વર્ષ બાદ પકડાયો
copy image

ટ્રક ચોરીનો આરોપી ઈશમ આજે વીસ વર્ષ બાદ પોલીસના હાથમાં આવ્યો છે. ત્યારે અહી એ પ્રશ્ન ઉદ્દભવે છે કે,ચોર ઈશમો વધુ હોશિયાર છે કે પોલીસની કામગીરી નબળી..??? આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, અહીં 20 વર્ષ અગાઉ ટ્રકચોરીનો ગુનો નોંધાવવામાં આવેલ હતો. નોંધાવેલ ફરિયાદમાં બાડમેર રાજસ્થાનના હકારામ ઉર્ફે હકીમ રાણારામ મીરાશીનું નામ બહાર આવ્યું હતું. આ આરોપી શખ્સ છેલ્લાં 20 વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. ત્યારે આ ઈશમ ભુજ શહેરમાં હોવાની માહિતી મળતા પોલીસે આ શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.