ભુજ તાલુકાના લોડાઈમાં ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

copy image

ભુજ તાલુકાના લોડાઈમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે લોડાઈમાં અમુક ઇસમો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા છે. દરમ્યાન પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરતા ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. જેમાં એક ફરાર થઇ ચુક્યો હતો. રેડ દરમ્યાન કુલ રૂ,24,600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે વધુમાં મળતી વિગતો મુજબ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.