ખાવડાના આર.ઇ. પાર્કમાં મજૂર ભરી જઈ રહેલ ટ્રેક્ટરના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર પલટ્યું : બેનાં મોત ચાર ઘાયલ
copy image

ખાવડાના આર.ઇ. પાર્કમાં સેલ કંપનીની લેબર કોલોનીથી મજૂર ભરી જઈ રહેલ ટ્રેક્ટરના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર રોડ ઊતરી ખાઇમાં પલટાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત થયા છે તેમજ ચાલક સહિત ચાર ઘાયલ થયા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સવારના અરસામાં કંપનીના પેટા કંપનીના ઠેકેદાર જગરામ રાશીગારામ ચૌધરી ટ્રેકટર લઈને લેબર કોલોનીથી મજૂરો ભરી કંપનીના બ્લોક નં. 36 ઉપર મજૂરી કામે લઇ જઈ રહયા હતા તે દરમ્યાન કોઈ કારણે ટ્રેક્ટર રોડ પરથી ઊતરી પલટી ખાઇને કેનાલની ખાઇમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ સ્કારમાં 40 વર્ષીય શંકર લખુરામ મેઘવાલ (રહે. મીઠડાઉ, બાડમેર-રાજસ્થાન) અને 25 વર્ષીય ઓમપ્રકાશ હકમારામ જાટ (રહે. આલમસર, બાડમેર-રાજસ્થાન)નું મોત થયું છે તેમજ ચાલક સહિત ચાર ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.