આદિપુરમાંથી બાવળની ઝાડીમાં દારૂ વેચવા ઊભેલા શખ્સને પોલીસે દબોચ્યો
copy image

આદિપુરમાંથી બાવળની ઝાડીમાં દારૂ વેચવા ઊભેલા શખ્સને પોલીસે રંગે હાથ દબોચી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરના મેઘપર બોરીચીની ભક્તિધામ સોસાયટીમાં રહેનાર રવિ મનજી પરમાર નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ શખ્સ આદિપુરમાં ક્રિષ્ના પેટ્રોલ પંપ પાછળ જી.આઈ.ડી.સી. બાવળની ઝાડીમાં દારૂનું વેચાણ કરી રહ્યો હતો તે દરમ્યાન ત્રાટકેલી પોલીસે તેને રંગે હાથ દારૂ સાથે દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રૂા. 5,913ના દારૂ સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.