મેઘપર કુંભારડીના યુવાનનુ એસીડ પી જતા મોત

ગાંધીધામના મેઘપર કુંભારડીના યુવાને કોઈ અકળ કારણોસર એસિડ પી જતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર ગત તા;8/6ના રાતના 10:30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અહી કુંભારડીના ભક્તિનગરમાં રહેતો 26 વર્ષીય આકાશભાઈ રમેશભાઈ ભાટ્ટીએ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું. એસિડ પી લેતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આદરી છે.
