ભચાઉ તાલુકાના ચોબારીમાં ગર્ભવતી મહિલાએ ઝેરી દવા પી જતા મોત

copy image

ભચાઉ તાલુકાના ચોબારીમાં યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા; 8/6ના 22 વર્ષીય જયશ્રીબેન પોતાના ઘરે હાજર હતા, તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઉપરાંત આ ગર્ભવતી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી. આ મામલે આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.