14 જૂનથી ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસમાં 6 કોચ ઉમેરવામાં આવ્યા

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 6 વધારાના કોચ ઉમેરવામાં આવી રહ્યા છે. જેની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન સંખ્યા 22484/22483 ગાંધીધામ-જોધપુર-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં 14 જૂન 2025થી ગાંધીધામ થી અને 13 જૂન 2025 થી જોધપુર થી એક એસી-2 ટાયર, એક એસી-૩ ટાયર, બે એસી-૩ ટાયર ઇકોનોમી અને બે સ્લીપર ક્લાસ સહિત કુલ 6 કોચ ઉમેરવામાં આવી રહ્યા છે.

ટ્રેનોના સ્ટોપેજ સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.