અમરેલીના ગારિયાધારનો નાસતો ફરતો આરોપી ખાવડાથી દબોચાયો

copy image

અમરેલીના ગારિયાધાર પોલીસ મથકમાં દર્જ થયેલ ઠગાઇનો નાસતો ફરતો આરોપી ઈશમ ખાવડાથી ઝડપાયો હોવાના અહેવાલ સામે આવી રહયા છે, ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2018માં આરોપી હશન વિરુદ્ધ અમરેલીના ગારિયાધાર પોલીસ મથકમાં ઠાગાઈનો ગુનો દાખલ થયેલ હતો. આ આરોપી ઈશમ છેલ્લા ત્રણ વર્ષથી આરોપી હશન નાસતો-ફરતો હતો. આની વચ્ચે એલસીબીની ટીમને બાતમી મળતા પોલીસે પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને ખાવડામાંથી આ શખ્સને દબોચી લીધો છે. તેમજ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તેને ગારિયાધાર પોલીસને જાણ કાર્યા બાદ એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવેલ છે.