“ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સસ્તા સોનાના બિસ્કિટ તથા ભારતીય ચલણની ૫૦૦/- ની નોટના ગડીઓનો વીડીયો બનાવી લોકોને લાલચ આપી છેંતરવાના પ્રયાસ કરનાર બે ઇસમો ઝડપાયા”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઈ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, રણજિતસિંહ જાડેજા તથા પો.કોન્સ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા રણજીતસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) અકબર અબ્બાસ કેવર રહે. ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ તથા (૨) ફેઇમ અબ્દુલગની ચાકી રહે. આત્મારામ સર્કલ પાસે, ભુજવાળાઓ મળી આવેલ અને બંને જણા પાસેથી મળી આવેલ મોબાઇલમાં સસ્તા સોનાના બિસ્કિટ તથા ભારતીય ચલણીનોટોના થયેલ વોટસએપ ચેટ અંગે ઝીણવટભરી રીતે પુછપરછ કરતાં જણાવેલ કે, અમે બંને ભેગા મળીને લોકોને સસ્તાના સોનાના બિસ્કિટ અને ભારતીય ચલણી નોટો અંગેના વિડિયો મોબાઇલથી અકબર અબ્બાસ કેવરે ફેસબુક એકાઉન્ટ Maheshsoni નામની આઇ.ડી. તથા ફેઇમ અબ્દુલગનીએ bhavesh soni નામની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી.

બનાવેલ હતી અને અકબર અબ્બાસ કેવરના ફાર્મ હાઉસ પર બેસી અમો બને જણા ઘણા બધા વિડિયા બનાવીને જેમાં સસ્તા સોનાના બિસ્કિટના તથા ભારતીય ચલણની રૂપીયા ૫૦૦/- ની નોટ સોશ્યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતા હોવાની હકીકત જણાવેલ.

જેથી મજકુર ઇસમોએ ભેગા મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા લોકોને વિશ્વાસમાં

લઇ લોભામણી સસ્તા સોનાના તથા ભારતીય ચલણી નોટઓની ગડીઓના વીડીયો કલીપ બનાવી મોબાઇલ ફોનથી લોકો પાસેથી છેતરપીડી કરીને રૂપીયા પડાવવા માટે મોબાઇલમાં ખોટી આઇડી ઉપર ફોટા તથા વીડીયો મુકીને છેલ્લા એક વર્ષથી લોકો સાથે સંપર્ક કેળવીને લોકો સાથે સસ્તા સોનાના બિસ્કિટ તથા ભારતીય ચલણી નોટોની ગડીઓ અંગે છેતરપીડી થી વિશ્વાસઘાત કરી રૂપીયા પડાવવાની કોશિષ કરી ગુનો કરેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૭૧૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૬(૨),૩(૫),૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી

  • અકબર અબ્બાસ કેવર ઉ.વ. ૨૮ રહે. ઇમામ ચોક, ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ > ફેઇમ અબ્દુલગની ચાકી ઉ.વ. ૨૨ રહે. જુની બકાલી કોલોની, આત્મારામ સર્કલ પાસે, ભુજ

કબ્જે કરેલ મદ્દામાલ

  • મોબાઇલ ફોન નંગ – ૦૩