એ.સી.બી.ની સફળ ટ્રેપ : લાંચની માંગણી કરનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી


ફરીયાદી : જાગૃત નાગરિક
આરોપી : જિગ્નેશ કેશવજી બળીયા, ઉ.વ.૩૩, હોદ્દો: હેડ હવલદાર, વર્ગ-૦૩, કસ્ટમ વિભાગ,
ગાંધીધામ
ગુનો બન્યા : તા.૧૯/૦૬/૨૦૨૫
લાંચની માંગણીની રકમ : રૂ.૯૮૫૦/-
લાંચ સ્વીકારેલ રકમ રૂ.૯૮૫૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૯૮૫૦/-
ગુનાનુ સ્થળ : સાગર સેના હનુમાન મંદિર કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ, કંડલા તા. જિ.ગાંધીધામ-કચ્છ-(પૂર્વ)
ગુનાની ટુંક વિગત તે એવી રીતે કે, આ કામના ફરીયાદીશ્રીની કંપની જે પોર્ટ આવતો જતો માલ સામાનનો કસ્ટમથી ક્લીરીયન્સ કરાવી પોર્ટ પરથી માલ ટ્રકો મારફતે પોર્ટમાંથી અંદર બહાર મોકલતા હોઇ અને ફરિયાદી ઓપરેશન ઇન્ચાર્જ હોઇ દિન દયાલ કંડલા પોર્ટના ગેટ ઉપરના કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા, હેડ હવલદાર કસ્ટમ વર્ગ-૩એ ફરીયાદીની કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે કુલ-૧૯૭ ટ્રકોની ટ્રીપના કુલ કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ તેઓએ એ.સી.બી. ગાંધીધામનો સંપર્ક કરતા ફરિયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવે જેમાં આરોપી જિગ્નેશએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૦૧ની હાજરીમાં રૂપીયા-૯૮૫૦/-ની ગેરકાયદેસર માંગણી કરી સ્વીકારી ગુનાહિત ગેરવર્તણુંક આચરી સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનો કર્યા બાબત
ટ્રેપ કરનાર અધિકારી :- શ્રી એલ.એસ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ કચ્છ(પુર્વ) એ.સી.બી.
પો.સ્ટે. ગાંધીધામ તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી:- શ્રી એમ.જે.ચૌધરી, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી., બોર્ડર એકમ
By information m a bava committee for the porvion of currpoun Gujarat parsidnt ભુજ