ભુજના વંદે માતરમ પાર્કમાં અનઅધિકૃત રીતે, વિદ્યુત ચોરી કરી, સાઉન્ડ સર્વિસ વગાડવાની પરવાનગી વગર મનમાની કરવામાં આવતા કાર્યક્રમો કડકાઈથી બંધ કરવા રાજુઆત કરાઈ

ભુજના વંદે માતરમ પાર્કમાં અનઅધિકૃત રીતે, વિદ્યુત ચોરી કરી, સાઉન્ડ સર્વિસ વગાડવાની પરવાનગી મેળવ્યા વિના તેમજ ભુજ નગરપાલિકા દ્વારા બગીચા નો ઉપયોગ સાસ્કૃતિક પ્લેટફોર્મ તરીકે કરવાની મંજૂરી ન હોવા છતાં બેફામ રીતે સિંગર્સ દ્વારા નાચવા ગાવાના પ્રોગ્રામ કરવાથી આસપાસના રહેવાસીઓ તથા ધાર્મિક સ્થળોના પૂજારીઓ ત્રસ્ત થયા, લાગુ તંત્રને આવા કાર્યક્રમો કડકાઈથી બંધ કરાવવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ભુજનું વદે માતરમ પાર્ક નાગરિકો પોતાના બાળકો સાથે બગીચામાં ફરે. વડીલો ઘોંઘાટ થી દુર રહી બગીયામાં શાંતિનો અનુભવ કરી શકે તે માટે બનાવેલ છે નહીં કે, સાઉન્ડ સર્વિસ દ્વારા ગીતો ગાવા કે નૃત્યો કરવા માટે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વટે માતરમ પાર્કમાં નાચ ગાનના કાર્યક્રમો થતા રહે છે જેને કારણે અમે આ પાર્કની આસપાસના રહેવાસીઓ તેમજ આસપાસના ધાર્મિક સ્થળીને ખૂબ જ ત્રાસ થાય છે. અમારી જાણ મુજબ વદે માતરમ પાર્કમાં ગીતો ગાવા અને નૃત્ય કરવા માટે ભુજ નગરપાલિકા દ્વારા લેખિત સહમતી આપવામાં આવેલ નથી કે મામલતદાર શ્રી ભુજ દ્વારા આ બગીચામાં ગીતો ગાવા કે નાચવા માટે સાઉન્ડ સર્વિસ નો ઉપયોગ કરવા માટે પરવાનગી આપવામાં આવેલ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આવી પરવાનગીઓ રાત્રે 10:00 વાગ્યા સુધીની જ આપવામાં ખાવતી હોય છે પરંતુ વંદે માતરમ પાર્કમાં રાત્રે 17:00 વગ્યા સુધી લાગુ તંત્રોની પરવાનગી મેળવ્યા વિના જ નાથ ગાનના પ્રોગ્રામ કરી આસપાસના રહેવાસીઓને તેમજ ધાર્મિક સ્થળોના પૂજારીઓ ને ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહી છે, જેથી અમારી આપને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અસરથી વંદે માતરમ પાર્કમાં ગાવાના તથા નાચવાના પ્રોગ્રામો બંધ કરાવવા વિનંતી છે તેમજ આ પાર્કમાં નાચવા ગાવાના પ્રોગ્રામની આપના દ્વારા સહમતી કે મંજૂરી ના આપવા નમ્ર વિનંતી છે