ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને દોઢ વર્ષની કેદ

jail

copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને દોઢ વર્ષની સાદી કેદ તથા 10  લાખ વળતરનો આદેશ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી કંપની લાકડાંનો ધંધો કરે છે. આરોપી ઈશમે આ કંપનીમાંથી ઉધાર લાકડાંની ખરીદી કરી હતી. જે પેટે બાકી રૂા. 22,60,135 બાકી રહેતા હતા. આ બાકી રહેલ રકમ પેટે તેને રૂા. 5 લાખનો ચેક આપેલ હતો જે પરત ફરતા આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તક્સીરવાન ઠેરાવી 18 માસની સાદી જેલની સજા અને ફરિયાદીને રૂા. 10 લાખ વળતર પેટે ચૂકવવા આદેશ જાહેર કર્યો છે.