મંદિરો તેમજ ઘરફોડ ચોરીઓ કરતી ટોળકીને પકડી પાડતી નખત્રાણા પોલીસ

મહે. શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ(ભુજ) તથા શ્રી બી.બી. ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ પો.સ્ટે.માં દાખલ થયેલ ચોરીના વણ-શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ.

જે અનુસંધાને ચોર ઇસમને પકડી પાડવા માટે પો. ઇન્સ. શ્રી એ. એમ. મકવાણા સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ રોહા(તળેટી) ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હાસમ ઓસમાણ વાંઢા તથા અનવર ઓસમાણ વાંઢા બન્ને મુળ રહે. કાઢવાંઢ(ખાવડા) તા.ભુજ હાલે રહે.કુકમા તા.ભુજવાળાઓ તેમની સાથે અન્ય સાગરીતો સાથે મળી મંદિર ચોરીને અંજામ આપતા હોઇ જે બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી હાસમ ઓસમાણ વાંઢા ઉ.વ.૩૧ તેમજ તેનો ભાઇ અનવર ઓસમાણ વાંઢા ઉ.વ.૧૯ બન્ને મુળ રહે.કાંઢવાઢ(ખાવડા) તા.ભુજ હાલે રહે ટ્રાન્સ્પોર્ટ નગર, શેખપીર ત્રણ રસ્તા, ભુજ વાળોને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેમણે તથા તેના સાથી મિત્ર રસીદ ઉર્ફે વલો દેસર સમા રહે.નાના દિનારા(ખાવડા) તા.ભુજ વાળો એમ ત્રણેય જણાઓએ સાથે મળી નીચે મુજબના મંદિરોમાંથી દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા નીચે મુજબના નામ-ઠામ વાળા ઇસમોને અટક કરી ચોરીમાં ગયેલ નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરી વણ-શોધાયેલ મંદિર ચોરીઓના ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ ગુના કામેની આગળની તપાસ પો.સ.ઈ.શ્રી આર.ડી.બેગડીયા સા.નાઓ ચલાવી રહેલ છે.

આરોપીઓના નામ સરનામા:-

(૧) હાસમ ઓસમાણ વાંઢા ઉ.વ.૩૧

(૨) અનવર ઓસમાણ વાંઢા ઉ.વ.૧૯

બન્ને મુળ રહે. કાંઢવાઢ(ખાવડા) તા.ભુજ હાલે રહે.ટ્રાન્સ્પોર્ટ નગર, શેખપીર ત્રણ રસ્તા, ભુજ

પકડવામાં બાકી આરોપીના નામ-સરનામા:-

(૧) રસીદ ઉર્ફે વલો ડેસર સમા રહે.નાના દીનારા(ખાવડા) તા.ભુજ

ઉપરોકત આરોપી વિરૂધ્ધ અલગ-અલગ પો.સ્ટે.માં મિલકત સંબંધી ચોરીઓ તથા લુંટના ગુનાઓ દાખલ થયેલ છે.

નીચે મુજબના મંદિરોમાંથી ચોરી કર્યા અંગેની કબુલાત આપેલ:-

(૧) આશાપુરા માતાજીનું મંદિર – રોહા ફોર્ટ, રોહા(સુમરી) તા.નખત્રાણા

(૨) જીજામાંની દરગાહ – રોહા ફોર્ટ, રોહા(સુમરી) તા.નખત્રાણા

(3) ગાત્રાળ માતાજીનું મંદિર-નલીયા-ભુજ હાઇ-વે રોડ, રોહા(સુમરી) તા.નખત્રાણા

નીચે મુજબના ગુનાઓ શોધી કાઢેલ:-

(૧) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૬૦૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૫(એ) (ડી), ૩૩૧(૪)

(૨) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં.૬૧૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૪)

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

(1) હાસમ ઓસમાણ વાંઢા ઉ.વ.૩૧ મુળ રહે કોઢવાંઢ(ખાવડા) તા.ભુજ હાલે રહે ટ્રાન્સ્પોર્ટ નગર, શેખપીર ત્રણ રસ્તા

(૧) પધ્ધર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૭૨/૨૦૧૯ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

(૨) પધ્ધર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૩૭૦/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

(૩) પધ્ધર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં.૬૭૫/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૮૦, ૪૫૭ મુજબ

(૪) પધ્ધર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૫૦/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

(૫) પધ્ધર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૫૬/૨૦૧૯ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

(૬) પધ્ધર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૯/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૩૮૦, ૪૫૭ મુજબ

(૭) ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૪૬/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

(૮) ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં.૧૫૪/૨૦૧૭ ઇ.પી.કો.કલમ-૩૮૦, ૪૫૭ મુજબ

(૯) ભુજ શહેર બી ડીવીઝન પાર્ટ-એ ગુ.ર.નં.૩૧૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૧૨૦(બી), ૩૪, ૪૦૧ મુજબ

(૧૦) મુન્દ્રા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં.૧૪૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

(૧૧) કોડાય પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૭૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૮૦, ૪૫૭ મુજબ

(૧૨) નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં.૪૨૭/૨૦૨૨ ઇ.પી.કો.કલમ-૩૮૦, ૪૫૪ મુજબ

(૧૩) માંડવી મરીન પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૨૬/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૮૦, ૪૫૭, ૫૧૧ મુજબ

(૧૪) પાલનપુર તાલુકા (બનાસકાંઠા) પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૪૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબ

આરોપીઓના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ:-

(૧) આશાપુરા માતાજીનું મંદિર – રોહા ફોર્ટ, ખાતે મંદિરની દાનપેટીમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂ.૫૦૦/-

(૨) જીજામાંની દરગાહ – રોહા ફોર્ટ, દરગાહની દાનપેટીમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂ.૩,૫૦૦/-

(૩) ગાત્રાળ માતાજીનું મંદિર – ભુજ-નલીયા હાઇ-વે રોડ, પર આવેલ મંદીરની બાજુમાં રહેલા ઓરડામાંથી રોકડા ३.१४,०००/-

(૪) ચોરીમાં ગયેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કિં.રૂ.૫૦૦૦/-

(૫) ચોરીમાં ગયેલ હેડ ફોન તથા મોબાઇલ કેબલ જેની કિં.રૂ.00/-

(૬) આરોપીના કબ્જામાંથી મળી આવેલ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કિં.રૂ.૫૦૦૦/-

(૭) આરોપી અનવર વાંઢાનું આધાર કાર્ડ નંગ-૦૧ જેની કિં.રૂ.૦૦/-

રોકડા રૂ.૧૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ જેની કિં.રૂ.૧૦,૦૦૦/- એમ કુલ્લે કિં.રૂ.૨૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી:-

મજકુર આરોપીઓ ડ્રાઇવિંગ તથા નાનું-મોટુ કામ કરવા માટે બહાર ગામ જઇ રેકી કરી મંદિર તેમજ ઘરફોડ ચોરીઓને કરવાની ટેવવાળા છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન અને સુચના હેઠળ પો.સબ.ઇન્સ. શ્રી આર.ડી.બેગડીયા સાહેબ તથા એમ.વી.શામળા સાહેબ તથા એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઈ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા રાજદીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ તથા આઇ.ટી.એક્ષ્પર્ટ જીગરભાઇ પુરોહિત એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.