મતદાન દિવસ તા. ૨૨ જૂને શ્રમયોગીઓ/કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે

 કચ્છ જિલ્લામાં આગામી તા. ૨૨ જૂન ૨૦૨પ, રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લાનો દરેક મતદાર પોતાની પવિત્ર મતદાનની ફરજ નિભાવી શકે તે માટે જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્તશ્રી દ્વારા શ્રમયોગીઓને સવેતન રજા આપવા માટે જણાવવામાં આવ્યું છે.

       જે અનુસાર ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫માં જે તે વિસ્તારની સંસ્થાઓમાં કામ કરતાં શ્રમયોગીઓ / કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ – ૨૦૧૯ હેઠળ અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો અઠવાડિક રજા બદલી કરીને દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતાં દરેક વ્યકિતની મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે અથવા કર્મચારીઓ/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે તેમ કચ્છના મદદનીશ શ્રમ આયુક્તશ્રી દ્વારા જણાવાયું છે.