સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસાના આગમન સાથે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

rain

copy image

copy image

સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. ઉપરાંત આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. વધુમાં હવામાન શાખાનું કહેવું છે, દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 25 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરી દેવાયું છે. સાથોસાથ અન્ય જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.