ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 27 અને 28 જૂન, 2025ના રોજ કચ્છના ભુજ તેમજ કુરન ગામની મુલાકાતે પધારશે

ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંભવિત તા. 27 અને 28 જૂન, 2025ના રોજ કચ્છના ભુજ તેમજ કુરન ગામની મુલાકાતે પધારનાર હોય, કચ્છના તમામ દૈૈૈૈનિક અખબાર તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિશ્રીઓ તેમજ એક્રિડેટેડ પત્રકારશ્રીઓને કાર્યક્રમનું મીડિયા કવરેજ કરવા માટે નિમંત્રણ પાઠવવામાં આવે છે.

મીડિયા સિક્યોરિટી પાસ માટે આ ફોર્મની તમામ વિગતો ફક્ત ગુજરાતી ભાષામાં જ ભરવાની રહેશે.

ખાસ નોંધ: આ ફોર્મ તારીખ 26/06/2025ના બપોરે 1.00 કલાક સુધીમાં ભરવાનું રહેશે.

મીડિયા સિક્યોરિટી પાસ તૈયાર થયા બાદ આપશ્રીને જાણ કરવામાં આવશે.