આજ રોજ સંવિધાન હત્યા દિવસ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત દિનદયાલ હૉલ,ગાંધીધામ ખાતે યોજવામાં આવેલ
copy image

આજ રોજ સંવિધાન હત્યા દિવસ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પંડિત દિનદયાલ હૉલ,ગાંધીધામ ખાતે યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રીઑ, માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ, પ્રદયુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, મહાનગરપાલિકા કમિશનરશ્રી મેહુલ દેસાઇ, નાયબ કમિશનરશ્રી, મામલતદારશ્રી, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી તેજસભાઈ શેઠ, પૂર્વ ચેરમેન શ્રીઓ, સદસ્ય શ્રીઓ, સંકલનના તમામ અધિકારી શ્રીઑ, કોલેજના પ્રિન્સિપાલશ્રી તથા સ્ટૂડન્ટસ, મહાનગરપાલિકાના કર્મચારીશ્રીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં રાજય કક્ષાનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલ. મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરવામાં આવેલ. કાર્યક્રમના સ્થળ પર લલિત કલા અકાદમી સેનેગોલની પ્રતિકૃતિ, ફોટો પ્રદર્શન તેમજ કેનવાસ પર સાઇનિંગ કેમ્પેન યોજવામાં આવેલ.
આ કાર્યક્રમના ભાગ રૂપે જુદી-જુદી શાળા-કોલેજના વિધાર્થીઓ દ્વારા મશાલ રેલી તથા જન જાગૃતિ રેલીઓનું આયોજન કરવામાં આવેલ હતું.