ચોરી/છળકપટથી મેળવેલ ખાંડના જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સ૨હદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ગાંધીધામ બી’ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે રાજેશ ઉર્ફે રાજુ ભાનુશાળી રહે.ગાંધીધામ વાળાના કબ્જા ભોગવટાના પ્લોટ નં-૭૪,સેક્ટર-૧૦-એ,જી.આઈ.ડી.સી.ગાંધીધામ વાળા પ્લોટમાં ચોરી કે છળકપટથી મેળવેલ શંકાસ્પદ ખાંડ નો જથ્થો રાખેલ છે અને તે જથ્થાને સગે વગે કરવાની પેરવીમાં છે જેથી એલ.સી.બીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી ઉપરોકત જગ્યાએ રેઈડ કરતા નીચે જણાવેલ ત્રણ ઇસમો શંકાસ્પદ ખાંડના જથ્થા સાથે મળી આવેલ જેઓને આ ખાંડ ના જથ્થા બાબતે પુછપરછ કરતા તેની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા નહિ હોવાનુ જણાવતા સદરહુ ખાંડ નો જથ્થો ચોરી કે છળકપટ થી મેળવેલ હોવાનુ જણાઈ આવતા નીચે જણાવ્યા મુજબનો ખાંડનો જથ્થો બી.એન.એન.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી તથા મળી આવેલ ઇસમોને બી.એન.એન.એસ. કલમ-૩૫(૨),ઈ મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી’ડીવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧) રાજેશ ઉર્ફે રાજુ મોહનભાઈ ભદ્રા (ભાનુસાળી) રહે.મ.નં-૯૨૯,વોર્ડ નં-૯/બી,મુક્તાનંદ સોસાયટી,ભા૨તનગર,ગાંધીધામ (માલ ખરીદનાર)

(૨) વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ રાવળ રહે.જુના સાબદપુરા,ગોચનાદ, તા.રાધનપુર જી.પાટણ (માલ લેવા આવનાર )

(3) દિનેશસિંહ વૃંદાવનસિંહ લોદી(રાજપુત) રહે. કાર્ગો,આઝાદનગર, ગાંધીધામ (ગોડાઉનો મેનેજ૨)

પકડવાના બાકી આરોપીઓના નામ-

(૧) કાસમ કક્કલ રહે.કીડાણા તા.ગાંધીધામ (માલ મોકલનાર)

(૨) મનજી આહી૨ રહે.કીડાણા તા.ગાંધીધામ (માલ લઈ આવનાર)

કબ્જે કરેલ મુદ્દામાલ

  • ખાંડ ની ૫૦ કી.ગ્રાની બેગો નંગ-૫૦૦ ડી.રૂ-૭,૫૦,૦૦૦/-

ટ્રક નં.જીજે-૧૨-એડબ્લ્યુ-૭૧૨૧ કી.રૂ-૧૦,૦૦,૦૦૦/-

મોબાઈલ ફોન નંગ-૩ કી.રૂ.૧૫,૦૦0/-

ડુલ કિ.રૂ.૧૭,૬૫,૦૦૦/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.