સમગ્ર રાજયમાં વરસાદી માહોલ : અનેક જિલ્લાઓમાં જારી કરાયુ યેલો અલર્ટ

copy image

copy image


સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રાપ્ત થતી વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે જેથી આ તમામ જિલ્લાઓમાં યેલ્લો અલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. ઉપરાંત   અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરી દેવાયું છે. આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ સહિતના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે.