દહીંસરા ગામના યુવકના DNA મેચ થવાથી ૧૬માં દિવસે અંતિમ સંસ્કાર

copy image

copy image

ભુજ મામલતદાર તેમજ માનકુવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં સર્જાયેલી વિમાની દુર્ઘટનામાં દહીંસરા ગામનાં મૃત્યુ પામેલા યુવાનના ડીએનએ ઘટનાના ૧૬મા દિવસે મેચ થતાં તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જેથી તેના પરિવારજનોએ વિધિવત્ અતિમ સંસ્કાર કર્યા હતા, જેમાં માનકુવા પોલીસ દ્વારા પણ સહકાર અપાયો હતો.

તા.૧૨-૫-૨૫ નાં અમદાવાદથી લંડન જતી ફલાઈટમાં દહીંસરા ગામનાં અનિલ લાલજી ખીમાણીનું બોર્ડિંગ લિસ્ટમાં નામ હતું. તે પ્લેટ અમદાવાદમાં ક્રેશ થતાં પ્લેનમાં સવાર એક યાત્રીનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય તમામ યાત્રીઓનાં મોત થયા હતા. અનિલ લાલજી ખીમાણીનો ડીએનએ બાદ પણ તેનાં રંગસૂત્રોની મેળવણીમાં તેમની ઓળખ ન થતાં પરિવારજનોએ તેમનાં વહાલસોયા પુત્રનાં મૃતદેહ

મેળવવા અથાગ પ્રયાસો આદર્યા હતા. જોકે, ૧૪ દિવસે પણ મૃતદેહ નહીં મળતાં પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાદમાં ૧૬મા દિવસે તેના ડીએનએ મેચ થતાં મૃતદેહનો કબજો પરિવારજનોને સુપરત કરાયો હતો. દહિંસરામાં અંતિમ સંસ્કાર વિધિમાં કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી ભુજ મામલતદાર એ.એન.શર્મા તથા જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાની સૂચનાથી માનકુવા પી.આઈ.પી. પી.ગોહિલ તેમજ તેમની ટીમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.