તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દિવંગતના પરીવાર સાથે રહી અગ્નીસંસ્કાર સમયે દુઃખમાં સહભાગી બનતી માનકુવા પોલીસ

copy image

આજથી ૧૬ દિવસ અગાઉ અમદાવાદ ખાતે બનેલ દુખદ પ્લેન ક્રેશ અકસ્માતના હતભાગી સ્વઅનિલ લાલજી ખીમાણી રહે.દહિસરા તા.ભુજ વાળાના DNA મેચ થઇ જતાં આજરોજ તેઓનો મૃતદેહ દહિસરા ખાતે લાવવામાં આવેલ જ્યાં કલેકટરશ્રી આનંદ પટેલ કચ્છ-ભુજ તથા શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છનાઓની સુચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રશાશન તરફથી મામલતદારશ્રી એ.એન.શર્મા સાહેબ તેઓની ટીમ સાથે તથા માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઈન્સ.શ્રી પી.પી.ગોહિલ સાહેબ સ્ટાફ સહિત આજરોજ દહિસરા તા.ભુજ ખાતે
દિવંગતના અંતિમયાત્રા તથા અતિમસંસ્કારની વિધી દરમિયાન હાજર રહી વ્યવસ્થા જાળવેલ અને પરીવાર ઉપર આવી પડેલ દુ:ખમાં સહભાગી બની પરીવારને સાંત્વના પુરી પાડેલ અને સ્વ. અનિલ લાલજી ખીમાણીનો નશ્વરદેહ પંચમહાભુતમાં વિલીન થયેલ.