અરવલ્લીમાંથી બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત
copy image

અરવલ્લીમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં, મેઘરજના પહાડિયા નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોમાં એક નવાગરા ગામનો અને બીજો ઝરડા ગામનો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા તેઓની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ આરંભી હોવાનું જાણવા મળ્યું છે.