જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં પ્રવેશ માટે ૨૯ જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે
જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે પ્રવેશ પ્રક્રીયાના ફોર્મ ભરાવવાનો પ્રારંભ થયો છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯ જુલાઇ,૨૦૨૫ રહેશે. પ્રવેશ પ્રક્રીયા તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૫, સમય ૧૦.૦૦ કલાક યોજાશે. https://cbseitms.rcil.gov.in/nvs/index/registration પર ફોર્મ ભરી શકાશે. ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો તથા તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર- ૯૮૭૯૧૯૨૦૩૯ પર સંપર્ક કરી શકશે તેવું જવાહર નવોદય વિદ્યાલય ડુમરાના આચાર્યશ્રીની અખબાર યાદીમાં જણાવાયું છે