ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો કિ,રૂ, 65,524/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, LCB

copy image

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સુચના આપેલ.
આજરોજ તા.૩૦/૦૬/૨૦૨૫ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફનાં અલ્ફાઝ વોરાને બાતમીરાહે હકિકત મળેલ કે, ” નિલેશભાઇ વિનોદભાઇ બારૈયા રહે.કણબીવાડ, ભાવનગરવાળો મોતીતળાવ, યુમિલ કંમ્પાઉન્ડ પાસે જાહેરમાં ગેર કાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઉભો છે અને વેંચાણ કરે છે.” જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનો માણસ નીચે મુજબના ગેર કાયદેસર ભારતીય બનાવટનાં ફોર સેલ ઇન દાદરા નગર હવેલી ઓન્લી લખેલ ઇગ્લીશ દારૂનાં જથ્થા સાથે મળી આવેલ છે. તેના વિરૂધ્ધ ભાવનગર શહેર, ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપી:-
નિલેશભાઇ વિનોદભાઇ બારૈયા ઉવ.૩૮ ધંધો મજુરી રહે.કણબીવાડ, ઘજાગરાવાળી શેરી, ઉભી સડક, ભાવનગર
કબ્જે કરેલ મામાલ:-
- પ્લાસ્ટીકની ROYAL CHALLENGE FINEST PREMIUM WHISKY 180ML બોટલો નંગ-૧૯૨ કિ.રૂ.૫૯,૯૦૪/-
- પ્લાસ્ટીકની ICONIQ WHITE FINEST INTERNATIONAL GRAIN WHISKY 180ML બોટલો નંગ-૪૮ ४.३.४,०८०/-
- બિયરના ટીન BUDWEISER MAGNUM PREMIUM BEER 500ML બિયર ટીન નંગ-૦૬ કિ.રૂ.૫૪૦/-
- કામગીરી કરનાર:-
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા, પોલીસ ઇન્સ.શ્રી પી. બી જેબલીયા, સ્ટાફના ભૈયપાલસિંહ ચુડાસમા, અલ્ફાઝ વોરા, મજીદભાઇ સમા