ભુજમાં જુગાર રમતા પાંચ ખેલીઓ ઝડપાયા

copy image

copy image

ભુજમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે પકડી લીધા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભુજના સ્ટેશન રોડ પર કોમર્શિયલ બિલ્ડિંગની અંદર પાંચ શખ્સો ગંજીપાનાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. ઉપરાંત પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરી પાંચે શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલ ઇસમો પાસેથી રોકડા રૂા,16,690 તેમજ ત્રણ મોબાઇલ કિં.રૂા,6000 એમ કુલ રૂા,22,690નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.