સમગ્ર કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેર : ભુજમાં 5 ઇંચ વરસાદ નોંધાયો
copy image

સમગ્ર કચ્છ જિલ્લામાં મેઘરાજા પોતાની મહેર વરસાવી રહ્યા છે. ત્યારે કચ્છના તમામ સ્થળોએ મધ્યમ થી ભારે વરસાદનો માહોલ છવાયો છે. ત્યારે સમગ્ર કચ્છ જીલ્લામાં નખત્રાણા તાલુકામાં કાલે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જે 354 મિમી નોંધાયો છે. ત્યારે ભુજ શહેરમાં રાત્રે 5 ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.