અંજારના મિંદિયાળામાં ચાર શખ્સો દ્વારા ખાનગી બસના ડ્રાઈવરને માર મરાયો

copy image

copy image

અંજાર ખાતે આવેલ મિંદિયાળા નજીક ચાર શખ્સો દ્વારા ખાનગી બસના ડ્રાઈવરને માર માર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા;5/7ના મોટી ખેડોઇના ખાનગી બસનું ડ્રાઇવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર મેઘજીભાઇ ખેંગારભાઇ સીજુ ખાનગી ટ્રાવેલ્સની બસ લઇ મુન્દ્રાથી અંજાર આવી રહ્યા હતા, ત્યારે મીંદિયાળા નજીક પહોચતા ત્યારે ખેડોઈ પાસે હાઇવે રોડનું કામ ચાલુ હતુ જેથી તેમણે બસ મિંદિયાળા બાજુથી લેતા સામેથી કાર અને બાઇક લઇને રહેલા ચાર શખ્સોએ ફરિયાદીને જાતી અપમાનિત ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.