વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી LCB, પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી, વિરમભાઈ ગઢવી તથા યુવરાજસિંહ જાડેજાનાઓ વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા વિરમભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, કિશોર નારણજી ઠક્કર રહે ખારાઈ તા.લખપતવાળો તથા કનૈયાલાલ નેનાલાલ ખટીક રહે વાયોર તા.અબડાસા વાળો એમ બંને ઈસમો ખારાઈ ગામે આવેલ કિશોર નારણજી ઠક્કરના રહેણાક મકાનના ખુલ્લા આંગણામાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. અને હાલે તે આ જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા હકીકત મુજબના બન્ને ઇસમો રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ અને મજકુર ઇસમોએ જણાવેલ કે આ દારૂનો જથ્થો અમને સંજયસિંહ ભમ્મરસિંહ સોઢા તથા જીતુભા મંગલસિંહ સોઢાનાઓ વેચાણ કરવા માટે આપી ગયેલ હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમોના કબ્જામાંથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી વાયોર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૯૫/૨૦૨૫, ધી ગુજરાત પ્રોહી એકટ કલમ ૬૫ (એ)(ઈ), ૮૧ મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ વાયોર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

તેમજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સંજયસિંહ ભમ્મરસિંહ સોઢા રહે.મુળ- નાની ગોધિયાર તા.નખત્રાણા હાલે રહે.-વાયોર તા.અબડાસા વાળાએ અલ્ટ્રાટેક કંપનીની લેબર કોલોનીના ગેટની સામે ખુલ્લામાં બાવડોની ઝાડીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો વિદશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહી અને નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી વાયોર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૯૬/૨૦૨૫, ધી ગુજરાત પ્રોહી એકટ કલમ ૬૫ (એ) (એ) મુજબ ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ વાયોર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

३११-१

કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી.રૂ. ૯૨,૧૯૫/-)

ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૬૪ કી.રૂા. ૮૧,૪૭૫/-

  • બીયરના ટીન નંગ-૧૬ કી.રૂા. ૩,૫૨૦/-
  • હાજર મળી આવેલ આરોપી
  • કિશોર નારણજી ઠક્કર ઉ.વ. ૫૦, રહે. ચોક વિસ્તાર, ખારાઇ તા. લખપત
  • કનૈયાલાલ નેનાલાલ ખટીક ઉ.વ. ૩૯ રહે. બાપા દયાળુનગર, વાયોર તા.અબડાસા

હાજર નહી મળી આવેલ આરોપી

  • સંજયસિંહ ભમ્મરસિંહ સોઢા રહે. મુળ નાની ગોધિયાર, તા.નખત્રાણા હાલે રહે. વાયોર તા.અબડાસા
  • જીતુભા મંગલસિંહ સોઢા રહે. સોઢા કેમ્પ, ખાનાય તા.અબડાસા

કેશ – ૨

  • કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી.રૂ. ૧૬,૦૬૦/-)

ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૦ કી.રૂા. ૧૧,૦૦૦/-

  • બીયરના ટીન નંગ-૨૩ કી.રૂા. ૫,૦૬૦/-

: હાજર નહી મળી આવેલ આરોપી

  • સંજયસિંહ ભમ્મરસિંહ સોઢા રહે. મુળ નાની ગોધિયાર, તા.નખત્રાણા હાલે રહે. વાયોર તા.અબડાસા