હથિયાર સાથે પ્રદર્શન કરવાનું ભારે પડ્યું : શોસિયલ મીડીયામાં હથિયાર સાથે પ્રદર્શન કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી

સુરેન્દ્રનગર: એસ.ઓ.જી શાખા ની પ્રેસનોટ (તા.૦૮/૦૭/૨૦૨૫) મુજબ રાજકોટ વિભાગના પોલીસ મહાન નિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ (IPS) તરફથી હથિયારધારા કેસ કરવા અંગે ખાસ સુચના આપેલ હોય જે અનુશંધાને સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ શ્રી ડૉ.ગીરીશ પંડયા (IPS)એ સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારધારાના ગુનાઓ શોધી તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટે‌ આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને હથીયાર સાથેના સોસ્યલ મીડીયા વાઇરલ થયેલ ફોટોઓ એસ.પી. શ્રી સુરેન્દ્રનગરના ટવીટર અને ઇન્સ્ટાગ્રામમાં ફોટા ટેગ કરેલા હતા અને કાયદેસર કાર્યવાહિ કરવા રજુઆત કરેલ હતી, જે અનુશંધાને એસ.ઓ.જી.શાખાના પોલીસ હેડ કોન્સ.ના અશ્વિનભાઇ વડગામાએ ખાનગીરાહે તપાસ કરતા બાતમી હકિકત મળેલ કે, આ હથીયાર આરોપી નં. (૧) ભરતભાઇ રૂપાભાઇ પઢીયાર (ઉ.વ.૪૮, રહે, કોંઢ તા.ધ્રાંગધ્રા)નુ હોવાનુ જણાઇ આવેલ જેથી મજકુર ઇસમની તપાસ કરતા કરાવતા મજકુર ઇસમ મળી આવતા જેને સોસ્યલ મીડીયામાં હથીયાર સાથે ફોટા આવેલ છે જે બંને ઇસમો તથા હથીયાર બાબતે પુછતા આ બંને હથીયાર પોતાના હોવાની કબુલાત આપેલ છે અને ફોટો પડાવનાર ઇસમો જેમા આરોપી નં (૨) કરણસિંહ નારસંગભાઇ પઢીયાર ,(રહ. કોંઢ, તા.ધ્રાંગધ્રા) છે જે તેનો ભત્રીજો થાય છે અને હાલે ધ્રાંગધ્રા સબ જેલમાં છે તથા બીજો ફોટાવાળો ઇસમ આરોપી નં.(૩) ભવાનીસિંહ મોબતસિંહ ટાંક (રહે, કલ્યાણપુર (કોંઢ) તા.ધ્રાંગધ્રા) હોવાનુ જણાવેલ તે તેનો કુંટુબી ભાણેજ થતો હોવાનું જણાવે છે જેથી હાલ તે ક્યા છે તે બાબતે પોતે કાંઇ નહિ જાણતો હોવાની હકિક્ત જણાવેલ અને આ ફોટાઓ આજથી અઢી વર્ષ પહેલા એક લગ્ન પ્રસંગમાં ફોટા પડાવી સોસ્યલ મીડીયામાં અપલોડ કરેલાની કબુલાત આપતા મજકુર ઇસમ પાસેથી એક રીવોલ્વર કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક બારબોર ડબલ બેરલની બંદુક જેની કિ.રૂ.૫૦૦૦/- એમ મળી કુલ કિ,રૂ,૨૫,૦૦૦/-નો મુદામાલ કબજે કરી ત્રણેય ઈસમો વિરુધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ 25(1-B)a.29(B) મુજબ ગુનો રજીસ્ટર કરાવી આરોપી નં.(૧) ભરતભાઇ રૂપાભાઇ પઢીયાર ને ધોરણસર અટક કરી તથા આરોપી નં.(૨) કરણસિંહ નારસંગભાઇ પઢીયાર જે હાલે ધ્રાંગધ્રા સબ જેલમાં હોય જેનો નામદાર કોર્ટ થકી કબજો મેળવી તથા આરોપી નં.(૩) ભવાનીસિંહ મોબતસિંહ ટાંક જે નાસતો ફરતો હોય જેની ભાળ મેળવી અટક કરવાની કાર્યવાહિ હાથ ધરવામાં પો. ઈ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો. સ. ઇન્સ્પેક્ટરો શ્રી એન.એ.રાયમા, શ્રી આર.જે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલો અશ્વિનભાઇ ઠારણભાઇ, અરવિંદસિંહ દીલુભા, પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઇ મહમદભાઇ સંયુક્ત રીતે કરી હતી.

રિપોર્ટર જયેશભાઇ મોરી