કચ્છ જિલ્લાના 9 તાલુકામાં નાની સિંચાઈના 170 ડેમમાંથી 41 ડેમ થયા ઓવરફ્લો
copy image

કચ્છ જિલ્લાના 9 તાલુકામાં નાની સિંચાઈના 170 ડેમ છે, જેમાંથી 41 ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયા. જેમાં માંડવી તાલુકાના 21 ડેમ માંથી 15 ડેમ ઓવરફ્લો થયા. ભુજ તાલુકાના 35 ડેમમાંથી 9 તથા અબડાસા તાલુકાના 24 ડેમમાંથી 11 છલકાયા તેમજ નખત્રાણા તાલુકાના 16 ડેમમાંથી 4 ઓવરફ્લો થયા હતા. મુન્દ્રાના 11 ડેમમાંથી 1નો સમાવેશ થાય છે. લખપત તાલુકાના 17 ડેમમાંથી 1 ડેમ ઓવરફ્લો થયો હતો. તેમજ અંજાર, ભચાઉ, અને રાપર તાલુકામાં એક પણ ડેમ ઓવરફ્લો થયા નથી. તેમજ 170 ડેમની જીવંત સંગ્રહ શક્તિ 9404.24 એમ.સી.એફ.ટી. હતી, જેમાંથી 4129.89 એમ.સી.એફ.ટી. જીવંત સંગ્રહ શક્તિનો પાણીનો જથ્થો થયો છે.