એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાએ ગત દિવસે બપોરે અંતિમ શ્વાશ લીધા

copy image

જાણવા મળી રહ્યું છે એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાએ ગત દિવસે બપોરે અંતિમ શ્વાશ લીધા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વના હિનૌતા રેન્જમાં આવેલા હાથી કેમ્પમાં તેનું નિધન થયું છે. વત્સલાની ઉંમર 100 વર્ષથી પણ વધુ હતી. હાલના દિવસોમાં વત્સલાના આગળના પગના નખમાં ઈજા પહોંચી હતી, ગત દિવસે સવારના સમયે તે વિસ્તારના ખૈરૈયાં નાળા પાસે બેસી ગઈ અને તમામ પ્રયાસો છતાં તે ઊભી ન થઈ શકી. તેને ઉઠાડવા માટેના સંભવ પ્રયત્નો વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ પરંતુ બપોરના સમયે તેનું નિધન થયું.