સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે ગુરુ પૂર્ણિમાની હર્ષભેર ઉજવણી કરાઇ…

નિરોણા: આજ રોજ અષાઢ સુદ પૂનમ એટલે કે મહર્ષિ વેદ વ્યાસજીના જન્મદિવસે ભારતીય સંસ્કૃતિની અદ્વિતીય પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણામાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી.
શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, મા શારદાની આરાધના અને મહર્ષિ વેદ વ્યાસજીના પૂજન સાથે કરવામાં આવેલ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગુરુજનોને કુમકુમ તિલક કરી ભાવપૂર્વક ગુરુ વંદના કરી.
પ્રાસંગિક ઉદબોધનમાં શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાનીએ પાવન ગુરુ વંદન કાર્યક્રમને ગુરુ-શિષ્ય સંબંધની શ્રેષ્ઠ પરંપરારુપ જણાવેલ હતુ. વિદ્યાર્થીઓ સીજુ હેન્સી, સોરા ખતુબાઈ, કંચન ગરવા, વંશી ભાનુશાલી અને નીતા ચારોલીયાએ ગુરુ મહિમા, ગુરુ-શિષ્ય પરંપરા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતા ભાવોને વ્યક્ત કરેલ હતા.
શિક્ષિકા ભૂમિબેન વોરાએ ગુરુ તત્વના મહિમાનું ગાન કર્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધાર્થીની વંશી ભાનુશાલીએ કરેલ હતુ. જયારે સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થાપન અલ્પાબેન ગોસ્વામીના સંકલન હેઠળ કરવામા આવેલ હતુ. આભાર વિધિ આશાબેન પટેલે કરેલ હતી.