મેડીકલ સ્ટોર ખાતે વેચવામાં આવતી પ્રિસ્ક્રીપ્શન વગરની દવાઓ અંગે મેડીકલ સ્ટોરની ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઈ

આજરોજ તા. ૦૯/૦૭/૨૦૨૫ ના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓ દ્વારા સુચના આપવામાં આવેલ કે, મેડીકલ સ્ટોર ખાતે વેચવામાં આવતી પ્રિસ્ક્રીપ્શન વગરની દવાઓ કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય જે અંગે મેડીકલ સ્ટોરની ચેકીંગ કરી ગેરકાયદેસર જણાઇ આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય, જે અન્વયે ભુજ શહેરમાં આવેલ મેડીકલો ચેક કરવામાં આવેલ. જે દરમ્યાન (૧) ગીતા મેડીકલ એન્ડ જનરલ સ્ટોર્સ, રેલ્વે ફાટક પાસે, રેલ્વે સ્ટેશન પાસે, ભુજ (ર) સનમ મેડીકલ્સ, અમીનગર, સંજોનગર ત્રણ રસ્તા પાસે, ભુજ તથા (૩) જલારામ કેમીસ્ટ, ખાવડા રોડ, ભુજ વાળી મેડીકલ સ્ટોરના સંચાલકો દ્વારા સિડયુઅલ એચ તથા જી હેઠળ આવતી શિરપના વેચાણ અંગે તથા સક્ષમ ડોકટરશ્રીના પ્રિસ્ક્રીપ્શનના રેકર્ડ નિભાવેલ નહીં હોવાનું જણાતા તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.