ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ ખેલીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગાંધીધામના સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાં અમુક શખ્સો ધાણીપાસા વડે જુગાર રમી રહ્યા છે. ઉપરાંત પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડતા આરોપી ઇસમો હાજર મળી આવતા પોલીસે તેમને પકડી પાડી રોકડ રૂ; 27740 તેમજ ચાર મોબાઈલ કિં. રૂા.45000 એમ કુલ રૂા. 72740નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.