અંજારના વરસામેડીમાં સોનીની દુકાનમાંથી 1.10 લાખના દાગીના પર હાથ સાફ કરી નિશાચરો થયા ફરાર

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં સોનીની દુકાનમાંથી 1.10 લાખના દાગીના પર હાથ સાફ કરી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  અંજારના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેનાર શુભમ કમલેશ પાટડીયા નામના યુવાન વરસામેડીમાં શાંતિધામ સોસાયટીમાં ગાયત્રી જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે, જેમના દ્વારા આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ફરિયાદી ગત તા. 9/7ના પોતાની દુકાને હતા અને રાત્રે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયેલ હતા. બાદમાં બીજા દિવસે  ફરિયાદીને તેની દુકાનના તાળાં તૂટેલી હાલતમાં હોવાની જાણ થતાં તે તુરંત દુકાન પર આવીને તપાસ કરતાં અલગ અલગ સોના ચાંદીના દાગીના, મૂર્તિઓ વગેરે મળી કુલ રૂા. 1,10,100ના દાગીનાની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.