ભુજના માધાપર નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ખેલીઓનેની ધરપકડ

copy image

copy image

ભુજ ખાતે આવેલ માધાપર નજીક દીનદયાળ નગરમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા ચાર ખેલીઓને પોલીસે દબોચી લીધા હતા. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત સાંજે સાત વાગ્યાના અરસામાં દીનદયાળ નગરમાં ટાવરવાળી ગલીમાં જાહેરમાં અમુક શખ્સો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમય દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે રોકડા રૂ;10,280 સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.