મૃતકના આધારકાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરાશે

copy image

મૃત્યુ પામેલ વ્યક્તિના આધારકાર્ડનો કોઈ પણ પ્રકારે દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધારકાર્ડનું વેરિફિકેશન કરવા અંગે સૂચનો કરવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ પ્રક્રિયા દરમ્યાન 100થી વધુ વયના મૃત્યુ પામેલ વૃદ્ધનો આધારકાર્ડ અકટિવ હશે તો મૃતકના પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરી અને આધારકાર્ડ રદ કરવામાં આવશે.