એલ્યુમિનિયમ કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી પાડતી નખત્રાણા પોલીસ


મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ કેબલ ચોરીના અન-ડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપેલ હોઇ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી આર. ડી. બેગડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ મંજલ ઓ.પી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક બોલેરો પીક-અપ વાહનમાં કોઇ શંકા-સ્પદ વસ્તુ લઇને અમુક ઇસમો વિથોણ થી ભડલી ગામ તરફ જવાના છે જેથી તુરંત બાતમી હકિકત વાળી જગ્યાએ આવી વોચમાં રહેતા ઉપરોક્ત બાતમી વાળી બોલેરો પીક-અપ ગાડી આવેલ જે ગાડીને રોકાવી ગાડીની ઝડતી કરતા બોલેરોના પાછળના ભાગે એલ્યુમિનિયમના ઇલેક્ટ્રીક વાયરોના ફિંડલા તથા ટુકડાઓ મળી આવેલ જેનું વજન આશરે ૪૦૦ કીલોગ્રામ જોવામાં આવેલ જે મુદ્દામાલ બાબતે તેમની પાસે આધાર-પુરાવાની માંગણી કરતા તેમની પાસે આ બાબતે કોઇ આધાર-પુરાવા ન હોવાનું જણાવેલ જેથી સદરહું મુદ્દામાલ બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા તેમણે જણાવેલ કે સદર મુદ્દામાલ જીંદાય ગામની સીમ આવેલ K.P. કંપનીની વીજ લાઇનના થાંભલાઓમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હોઇ જેથી તેમના વિરૂધ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) જેદ ઉર્ફે જયલો જુસબ ગગડા ઉ.વ.૧૯
(૨) સાહીલ ઇશા મોખા ઉ.વ.૨૨ રહે.બન્ને નાના વરનોરા તા.ભુજ
પકડવામાં બાકી આરોપીનો નામ-સરનામું:-
(૧) ગની આરબ મોખા રહે.ભુતેશ્વર ફળિયું ભીડ ગેટ વિસ્તાર, ભુજ(કચ્છ)
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) એલ્યુમિનિયમના ઇલેક્ટ્રીક વાયરોના ફિંડલા તથા ટુકડાઓ આશરે ૪૦૦ કિલોગ્રામ વજનના ગણી જે એક કિલોગ્રામની કિં.રૂ.૧૦૦/- ગણી એમ કુલ્લે-૪૦૦ કિલોગ્રામની કિં.રૂ.૪૦,૦૦૦/- તથા વાયર કાપવાની કટર નંગ-૦૧ જેની કિં.રૂ.૦૦/-
(૨) બોલેરો પીક-અપ ગાડી જેના રજી. નંબર- GJ 12 AZ 3141 જેની કિં.રૂ.૧,૦૦,૦૦0/-એમ કુલ્લે કિં.રૂ.૧,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
શોધાયેલ ગુનો:-
નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.૨.નં.૭૦૧/૨૦૨૫ B.N.S. કલમ-૩૦૩(૨), ૫૪ મુજબ
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:-
(૧) જેદ ઉર્ફે જયલો જુસબ ગગડા ઉ.વ.૧૯
પોરબંદર જિલ્લાનો કુતિયાણા પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં.૧૧૨૧૮૦૦૪૨૫૦૨૧૯/૨૦૨૫ B.N.S. કલમ-૩૧૦(૪), ૩૧૦(૫), ૬૧, જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ
(૨) સાહિલ ઇશા મોખા ઉ.વ.૨૨
માધાપર પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.ર.નં.૧૧૨૦૫૦૩૯૨૫૦૦૮૧/૨૦૨૫ B.N.S. કલમ-૧૧૨(૨) મુજબ
ખાવડા પો.સ્ટે. પાર્ટ-એ. ગુ.૨.નં.૧૧૨૦૫૦૨૨૨૪૦૨૧૬/૨૦૨૫ I.P.C. કલમ-૩૭૯ મુજબ
પધ્ધર પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.૨.નં.૧૧૨૦૫૦૪૪૨૫૦૩૯૯/૨૦૨૫ જી.પી.એકટ કલમ-૧૨૨(સી) મુજબ
પધ્ધર પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૪૨૫૦૩૯૯/૨૦૨૫ જી.પી.એકટ કલમ-૧૨૨(સી) મુજબ
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી આર.ડી.બેગડીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા રાજદીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.