પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના વરલી ગામેથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પધ્ધર પોલીસ”
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ જીલ્લામાં દારૂ-જુગાર પ્રવૃતિ નેશનાબુદ કરવા સુચના આપેલ હોઇ
જે અન્વયે ઇન્ચાર્જ પો.ઇન્સ જે કે બારીયા સાહેબ પધ્ધર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન તેમજ સુચના અનવ્યે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમા હતા તે દરમ્યાન સાથેના એ એસ આઇ મહિન્દ્રસિંહ વી જાડેજા તથા પો હેડ કોન્સ વિરેન્દ્રસિંહ બી પરમાર નાઓને બાતમી હકીકત મળેલ કે, વરલી ગામના બસ સ્ટેશન પાછળ ખુલ્લામાં લીમડાના ઝાડ નીચે અમુક ઇસમો ગંજીપાના વડે તીન પતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલ છે તેવી સચોટ અને ભરોષાલાયક બાતમી હકિકત મળેલ હોય જેથી તુરંત જ વર્ક આઉટ કરી સદર જજ્ગ્યાથી આરોપી તેમજ મુદામાલ પકડી નીચેની વિગતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી :-
(૧) ગાંગાભાઇ અરજણભાઇ મકવાણા ઉ.વ.૬૦ રહે. વરલી તા-ભુજ
(૨) ઇબ્રાહિમ મામદ છુછીયા ઉ.વ.૫૫ રહે. વરલી તા-ભુજ
(૩) ગાંગાભાઇ દુદાભાઇ ચાવડા (આહિર) ઉ.વ.૫૯ રહે. વરલી તા-ભુજ
(૪) રામજીભાઇ મ્યાજરભાઈ બરાડીયા ઉ.વ.૪૫ રહે. વરલી તા-ભુજ
(૫) હુશેન લધા ખલીફા ઉ.વ.૪૭ રહે. વરલી તા-ભુજ
(૬) ધનશ્યામ ધીરજભાઇ પરમાર ઉ.વ.૩૫ રહે. વરલી તા-ભુજ
(૭) શંભુ રાધુ મકવાણા ઉ.વ.૪૦ રહે. વરલી તા-ભુજ
(૮) રાખ્યા ખીમાભાઇ બરાડીયા ઉ.વ.૩૪ રહે. વરલી તા-ભુજ
(૯) મહેશભાઇ ડાયાભાઇ મકવાણા ઉ.વ.૩૫ રહે. વરલી તા-ભુજ
(૧૦) ગોવિદ માવજી સથવારા ઉવ.૪૯ રહે વરલી તા-ભુજ
(૧૧) અકબર ઉમર કટીયા ઉ.વ.૩૩ રહે. વરલી તા-ભુજ
(૧૨) બુધીયાભાઇ રામાભાઇ બરાડીયા ઉ.વ. ૬૫ રહે. વરલી તા-ભુજ
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડા રૂપીયા -७.३. १२.४००/-
(૨) મોબાઇલ નંગ-૦૯ જેની કિ.રૂ. ૩૧.૫૦૦/-
(૩) મો.સા નંગ-૦૧, કિં.રૂા. ૪૦૦૦૦/-
(૪) ગંજીપાના નંગ-૦૨, કિં.રૂા. ૦૦/-
એમ કુલ કિ. રૂ. કિ.૩- ૮૩.૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો. ઇન્સ જે કે બારીયા સાહેબ તથા એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ રાણા તથા હરીશચંન્દ્રસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાણા તથા દિનેશભાઇ વરચંદ તથા મહિપાલસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમાર પો.કોન્સ બળદેવભાઇ રબારી તથા ભરતભાઇ ચૌધરી તથા શિવભન્દ્રસિંહ રાણા નીઓ જોડાયેલ હતા.