ગુમ થયેલ દીકરીને તેના પિતાને પરત સોપતી ૧૮૧ અભયમ્ મહિલા ટીમ

copy image

૧૮૧ અભયમ્ મહિલા હેલ્પ લાઈનમાં થર્ડ પાર્ટી દ્વારા ફોન કરીને જણાવવામાં આવેલ કે ભુજ ખાતે આવેલ જી.કે. જનરલ હોસ્પિટલ ના દરવાજા ઉપર એક દીકરી રડતી રડતી બધાને પાસે મદદ માગે છે ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસીએ તેની સાથે વાતચીત કરેલ અને તેમની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં ફોન કરેલ ત્યારે ૧૮૧ ની ટીમ જેમા મહિલા કાઉન્સેલર પૂજાબેન ચૌહાણ અને કોન્સેટબલ અંજલિબેન સુથાર અને પાયલોટ ભાવેશભાઈ ખંભુ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પહોંચી બેન ની સાથે કુશળતા પૂર્વક કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેમણે જણાવેલ કે તેઓ અંજાર ના રહેવાસી છે અને તેમના પિતા તેઓને અવારનવાર ઘરે થી નીકળી જવાં કહેતા હતા.આ કારણોસર તેઓના ઘર અંજાર થી ભુજની બસ માં બેસી ને ભુજ આશ્રય સ્થાનમાં રહેવા માટે ઘરેથી નીકળી ગયેલ અને તેમના પિતા દ્વારા મહેણાં ટોણા મારવામાં આવતા હોવાથી હાલ તેઓ ઘરે જવા માંગતા નથી. આ જાણ્યા પછી ૧૮૧ ટીમ દ્વારા બેનના પિતા નો ફોન નંબર જાણીને તેમનો સંપર્ક કરેલ અને તાત્કાલિક ભુજ ખાતે તેમની દીકરીને લેવા બોલાવેલ ત્યારે તેમના પિતા દ્વારા જણાવવામા આવેલ કે બેન માનસિક રીતે અસ્વસ્થ છે જેના કારણે તેઓને કોઈપણ વાત કરીએ તો તેઓ મન ઉપર લઈ લે છે તથા અવાર- નવાર ઘરેથી નીકળી જાય છે, ત્યારે તેમના પિતાને દીકરી ને સાચવવા અંગે યોગ્ય સલાહ આપેલ અને દીકરીને પોતાની સાથે ઘરે પ્રેમથી રાખવા સમજાવેલ. આમ ૧૮૧ ટીમ દ્વારા દીકરીને સહીસલામત તેમના પિતાને સોંપેલ