પાલારા ખાસ જેલ ભુજમાંથી પ્રતિબંધિત મોબાઈલ નંગ-૦૧ હસ્તગત કરી કાયદાકિય કાર્યવાહી કરતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ
અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં ગુનાઓમા પકડાયેલ આરોપીઓ જે હાલ જેલમાં હોય તેવા તથા અન્ય જેલમાં રહેલ આરોપીઓને અવાર-નવાર સરપ્રાઈઝ જેલ વિઝિટ કરવા જણાવેલ હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં આવેલ પાલારા ખાસ જેલની સરપ્રાઈઝ ઝડતી કરવા સુચના આપેલ હોય
જે સુચના અનુસંધાને સ્પેશીયલ ઓપરેશન ગૃપ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્રારા આજરોજ તારીખ-૧૫/૦૭/૨૦૨૫ ના રોજ પાલારા ખાસ જેલ ખાતે સરપ્રાઈઝ જેલ ચેકિંગનું આયોજન કરવામાં આવેલ હોય અને તેમા ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. તથા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે., પેરોલ ફર્લો સ્કોડ, બી.ડી.ડી.એસ., ડોગ સ્કોડ તથા પાલારા ખાસ જેલના ઝડતી સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓને સાથે રાખી પાલારા ખાસ જેલ ભુજમાં સર્કલ-૦૧ તથા સર્કલ-૦૨ મા આવેલ યાર્ડ, બેરેક, પુસ્તકાયલ, હોસ્પિટલ, કેન્ટીન, તથા અન્ય ખાલી જગ્યાઓ તથા કેદીઓની તથા કેદીઓના સર-સામાનની ઝડતી તપાસ કરવામાં આવેલ તે દરમ્યાન સર્કલ નં-૦૧ માં વચ્ચે આવેલ સિમેન્ટ/કોક્રિટની બનાવેલ ઓરડીની છત ઉપર કાળા કલરની પાણીની ટાંકી રાખેલ હોય ત્યાં ચેક કરતા આ પાણીની ટાંકી પાસે છત ઉપર એક પારદર્શક પ્લાસ્ટિકની કોથળીમાં એક સફેદ કલરનો સેમસંગ કંપનીનો બેટરી સાથે સિમકાર્ડ વિનાનો કિપેડ મોબાઈલ મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
એસ.ઓ.જી. પશ્ચિમકચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવી તથા, પેરોલ ફર્લો સ્કોડના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જે.કે. બારીયા, તથા ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ.શ્રી એ.સી. પરમાર, તથા બી.ડી.ડી.એસ. ના પો.સબ.ઈન્સ.શ્રી કે.એમ. કાગ, તથા એસ.ઓ.જી., ભુજ શહેર એ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશન, પેરોલ ફર્લો સ્કોડ, બી.ડી.ડી.એસ. સ્કોડ, ડોગ સ્કોડ, તથા પાલારા ખાસ જેલના ઝડતી સ્કોડના કર્મચારીઓ જોડાયેલ હતા.