ભુજ તાલુકાના જવાહરનગરના વ્યાજબી ભાવની દુકાનદારને કરવામાં આવેલ દંડ
અત્રેના જિલ્લાના ભુજ તાલુકાની જવાહરનગર ખાતે આવેલ વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર શ્રીમતી સુશીલાબેન લક્ષ્મીચંદ શાહની દુકાનની આકસ્મીક તપાસણી હાથ ધરવામાં આવેલ. સદરહું દુકાનની તપાસણી દરમ્યાન ઘઉંના જથ્થામાં ૧૭૮ કિગ્રા, ચોખામાં ૪૦૯ કિગ્રા, તુવેરદાળમાં ૫૭૨ કિગ્રા તથા ચણામાં ૮૪૪ કિગ્રા જેટલી ઘટ જણાઈ આવતા દુકાનદારશ્રીને રૂા.૨,૪૯,૪૯૪/- અંકે રૂપિયા બે લાખ ઓગણપચાસ હજાર ચારસો ચોરાણું પુરાનો દંડ કરવામાં આવ્યો.
ભુજ તાલુકાના જયનગર પાટીયા પાસેથી પકડાયેલ શ્રી ઈશ્વરસિંહ લાધુભા સોઢાનું ટેન્કર જેમાં અનઅધિકૃત રીતે રહેલ ૫૦૦૦ લીટર ડીઝલનો સીઝ કરવામાં આવેલ.જે સીઝર કરેલ જથ્થો જેની કિંમત રૂા.૪,૫૦,૦૦૦/-(અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પુરા) નો ૧૦૦% મુજબની કિંમતનો જથ્થો રાજયસાત કરવામાં આવ્યો તથા રાજયસાત કરવામાં આવેલ જથ્થાની કિંમતની રકમ રૂા.૪,૫૦,૦૦૦/- સરકારશ્રીના નિયત સદરે જમા કરાવવા હુકમ કરવામાં આવ્યું.