ભુજના ઘોરાડ ચોકમાં ઘરનાં આંગણામાં જુગાર રમતા છ ખેલીઓને 70 હજારની રોકડ સાથે એલસીબીએ દબોચ્યા

970736623Jugar

copy image

copy image

 ભુજના ઘોરાડ ચોકમાં ઘરનાં આંગણામાં ધાણીપાસા વડે જુગાર રમતા છ શખ્સોને એલબીસીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ એલબીસીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના ઘોરાડ વિસ્તારમાં ચોકમાં મલેક ફળિયામાં અમુક ઇસમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને અહીથી છ ખેલીઓને રૂા. 70,450 ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રોકડ 70 હજાર સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.