વરસાણામાં બાઈક હડફેટે આવી જતા માસુમ બાળકીનું મોત

shishu dead body

copy image

copy image

વરસાણામાં બાઈક હડફેટે આવી જતા માસુમ બાળકીનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા;13/7ના વરસાણામાં ભાડાના મકાનમાં રહી મજૂરી કરનાર રાજેશ ઠાકોર અને તેમના પત્ની મજુરી કરવા ગયા હતા. ત્યારે તેમની નાની બાળકી ઘરે હતી અને અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે સમય દરમ્યાન આશાપુરા હોટલ પાસેથી તે રસ્તો ઓળંગી રહી હતી, તેવામાં બેદરકારી પૂર્વક આવતા બાઈક ચાલકે તેને હડફેટેમાં લેતા તેને ગંભીર ઈજાઓ પહોચી હતી. ઉપરાંત તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ રસ્તામાં તે બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.