મુંદ્રામાં તસ્કરો બન્યા બેફામ : ચોરી કર્યા બાદ સુરક્ષા ગાર્ડ પર કર્યો હુમલો

copy image

મુંદ્રામાં તસ્કરો બેફામ બની ચૂક્યા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે જેમાં, એક સોસાયટીના મકાનના નકુચા તોડી ચોરી કરી ઉપરાંત ચોરી બાદ સુરક્ષા ગાર્ડ ઉપર ડિસમીસથી હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે બારોઇની ગોકુલમ સોસાયટીમાં રહેનાર એવા પંકજભાઇ રમેશભાઇ પ્રજાપતિ દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ઘર બંધ કરી પત્ની સાથે ગાંધીનગર ગાયેલ હતા. બાદમાં 14 તારીખે તેમણે મધ્યરાત્રીના સમયે સિક્યુરિટી ગાર્ડનો કોલ આવેલ, અને તેમને ફોન દ્વારા જણાવેલ કે, તમારા ઘરના નકુચા તોડીને તેમાંથી ચોરી થઇ છે. વધુમાં તેઓ જણાવેલ કે, આ મકાનમાંથી નિશાચરોએ કબાટમાંથી ચાંદીના 11 સિક્કા, રોકડા રૂા. 34,500 અને ઇમિટેશન જ્વેલરી એમ કુલે રૂા. 40,000ની મત્તા પર હાથ સાફ કરેલ હતો. બાદમાં સિક્યુરિટીના હરદેવસિંહે સી.સી. ટી.વી. જોતા હતા અને શંકા જતાં સોસાયટીના લોકોને ફોન કરતાં એકત્ર થઇ ગયા હતા અને તેઓએ આ ગુના કામેના ચોર ઈશમો પૈકી એકને દબોચી લીધો હતો. બાદમાં આ શખ્સને સિક્યુરિટીના હરદેવસિંહના કપાળના ભાગે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તજવીજ હાથ ધરી છે.