શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની આકસ્મિક મુલાકાત…

સારસ્વતમ્ સંચાલિત શ્રી પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા મધ્યે આજરોજ કચ્છ જિલ્લા શિક્ષણ જગતના સુકાની જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબે આકસ્મિત મુલાકાત લઇ શાળાની શૈક્ષણિક તેમજ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરેલ હતી.
આ અવસરે શાળાના આચાર્ય ડૉ. વી.એમ. ચૌધરી, વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની તથા શિક્ષકગણે અધિકારીશ્રીનું ભાવસભર સ્વાગત કરી શાલ તથા પુષ્પગુચ્છ વડે સન્માન કરેલ હતું. તેઓએ વર્ગખંડોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સીધો સંવાદ સાધી શૈક્ષણિક માર્ગદર્શન આપેલ હતું. સાથે સાથે તેઓએ શાળામાં રાખવામાં આવતી સ્વચ્છતા અને શિસ્તના સ્તરે સંતોષ વ્યક્ત કર્યો હતો.
શ્રી પરમાર સાહેબે એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાઓમાં છેલ્લા બે વર્ષથી 100% પરિણામ આપનાર શાળાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ, શાળાના સ્થાપનાકાળથી અત્યાર સુધીના શ્રેષ્ઠ પરિણામરૂપે એસ.એસ.સી.માં 94% માર્કસ મેળવનાર વિદ્યાર્થિની વંશી ભાનુશાલીને મોમેન્ટો આપી વિશેષ સન્માનિત કરવામાં આવેલ હતી. નવનિર્મિત વિધા સંકુલની મુલાકાત લઈ સકારાત્મક સૂચનો કરેલ હતા. અધિકારીશ્રીએ શાળાની રચનાત્મક પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરેલ હતી અને અંતે સમગ્ર સ્ટાફ સાથે વિચાર વિમર્શ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.