પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હાર્ડ મોરમ (ખનીજ)નું ખનન કરતા એક એસ્કેવેટર મશીન પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ દેસાઇ તથા મુળરાજભાઇ ગઢવીનાઓ પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, બોચા ગામથી પુર્વ સાઇડ મા આવેલ સરકારી ટાવર્સ પૈકીની પડતર જમીનમાં એક્સક્વેટર મશીન વડે ગેરકાયદેસર રીતે હાર્ડ મોરમ (ખનીજ) નું ખનન કરે છે અને હાલે આ ગેરકાયદેસર ખનીજ નું ખોદકામ ચાલુમાં છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક એસ્કેવેટર મશીન વડે ખાણકામ ચાલુમાં હાલતમાં જોવામાં આવેલ તેમજ એક ઇસમ ખાણ કામ કરતા હાજર મળી આવેલ જેથી હાજર મળી આવેલ મજકુર ઇસમ મોહમદ સલમાન મોહમદ સલીમ આલમ ઉ.વ.૨૦ રહે. મોહમદપુર તા.બલમી જી.મુજફ્ફરપુર બિહાર હાલે રહે. કારાઘોઘા તા-મુંદરા કચ્છ વાળાને સદર એક્સક્વેટર મશીન બાબતે પુછ-પરછ કરતા જણાવેલ કે સદર મશીન ભીખુભા રાઠોડ રહે કારાઘોઘા તા-મુંદરા વાળાનો છે અને સોનાભાઈ ધાલાભાઇ રબારી રહે. બોચા તા-મુંદરા વાળાના કહેવાથી આ ખાણકામ કરવામાં આવે છે. તેમજ સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઇ લીઝ આવેલ છે કે કેમ ? કે તેઓએ કોઇ પરવાનગી મેળવેલ છે કે કેમ ? તે બાબતે કોઇ આધાર-પુરાવા હોઇ તો રજુ કરવા જણાવતા તેની પાસે કોઇ લીઝ કે પરવાનગી નહી હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારૂ ખાણ ખનીજ વિભાગ, અંજાર નાઓને સ્થળ તપાસણી સારૂ રૂબરૂમાં રીપોર્ટ આપી જાણ કરવામાં આવેલ તેમજ સદર મળી આવેલ મશીન સીઝ કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સોપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

:• કબ્જે કરેલ વાહન (કી.રૂ. ૧૫,૦૦,૦૦0/-)

  • એક્સક્વેટર મશીન જેના KOBELCO મોડેલ નં-SK210HDLC-8 સીરીયલ નં-YQ12-B3181 કી.રૂા. ૧૫,૦૦,૦૦૦/- (વાહન ચાલક: મોહમદ સલમાન મોહમદસલીમ આલમ ઉ.વ.૨૦ રહે. મોહમદપુર તા.બલમી જી.મુજફરપુર બિહાર હાલે રહે. કારાઘોઘા તા-મુંદરા કચ્છ)