ગંભીરા બ્રિજ પરની દુર્ઘટના બાદ સુરેન્દ્રનગરમાં જર્જરિત પુલોને લઈને તંત્ર એક્શન મોડમાં : ચાર જર્જરીત પૂલ કરાયા બંધ

copy image

વડોદરાના ગંભીરા બ્રિજ પરની દુર્ઘટના બાદ સુરેન્દ્રનગરમાં જર્જરિત પુલોને લઈને તંત્ર સજાગ બની ગયું છે. રાજ્ય સરકારના આદેશ બાદ વિવિધ પુલોના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરમાં 4 જેટલા પુલોને તાત્કાલિક ધોરણે બંધ કરાયા છે. ઉપરાંત સર્વે ટીમના રિપોર્ટ બાદ જિલ્લાના ચાર પુલોને સંપૂર્ણ બંધ કરવાનો નિશ્ચય લેવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં પુલોમાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ, લખતર-વણા, અને વઢવાણ તાલુકાના બાલા ફાર્મ પાસેના પુલનો ઉલ્લેખ છે. આ તમામ પુલો પર ભારે વાહનોની અવરજવર પર સખત રીતે પ્રતિબંધ કરાયો છે.