રાજકોટના જામકંડોરણામાંથી ગોઝારી ઘટના સામે આવી : એક જ પરીવારના ત્રણ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત

copy image

રાજકોટ ખાતે આવેલ જામકંડોરણાના પાદરીયા ગામમાંથી ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં, આ ગામમાં ખેત મજૂરી કરનાર શ્રમિક પરિવારના ત્રણ માસૂમ બાળકો ગામના તળાવમાં ન્હાવા ગયેલ હતા જેમાં તળાવના પાણીમાં ડૂબી જવાથી તેમના મોત થયા છે. આ બનાવને પગલે પરીવાર પર આભ તૂટી પડ્યું હતું. બનાવ અંગે જાણ થતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય બાળકોના મૃતદેહ ભાર કઢાવવાની કામગીરી કરાઈ છે.